👉અંકલેશ્વરના સૂરવાડી વિસ્તારમાં રહેતા ખેડૂત મહેન્દ્ર ભાઈ અને તેમના પત્ની નીમિષાબેન દૂધીની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂત મહેન્દ્ર ભાઈ છેલ્લા 25 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે.ખેડૂતે ધોરણ ૮ સુધી અભ્યાસ કર્યો છે. ખેડૂત ભીખાભાઈ ચીમનભાઈ પટેલની ઉંમર 58 વર્ષ છે. તેઓ નિરાંત નગર પાસે પોતાનું ગેરેજ નો ધંધાની સાથે ખેતી કરે છે.
👉ખેડૂત મહેન્દ્રભાઈ એ ખેતીમાં ગોળ,લાંબી દૂધીનું વાવેતર કર્યું છે. ખેડૂત બજારમાંથી 250 રૂપિયાનું 50 ગ્રામ બિયારણ લાવે છે. ખેડૂતે 1 વીઘામાં મંડપ પાછળ કુલ રૂપિયા 50 હજારનો ખર્ચો કર્યો છે.વેલા ચઢાવવા માટે દોરી અને તારથી થી રસ્તો બનાવવો પડે છે.
👉ખેડૂત દૂધીના પાકના પોષણ માટે યુરિયા સહિતના ખાતરનો ઉપયોગ કરે છે.
👉20 કિલો દૂધના ૨૫૦ - ૩૦૦ રૂપિયા ભાવ મળે છે
🔸લાંબી દૂધી કરતા ગોળ દૂધીમાં મીઠાશ હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. લાંબી દૂધી કરતા ગોળ દૂધીનો માર્કેટ ભાવ પણ સારો મળે છે. ખેડૂત માર્કેટમાં છૂટક દૂધીનું વેચાણ કરવા માટે જાય છે.ખેડૂતને માર્કેટમાં 20 કિલોના 300 રૂપિયા ભાવ મળે છે.
👉દૂધી આરોગ્ય માટે ફાયદાકારક
🔸લાંબી અને ગોળ બંને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્ત અને કફનાશક હોય છે. કોલેરા થતા 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી સારું થાય છે. દૂધીમાં ઉત્તમ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે. જેના પગલે કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
🔸દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને હૃદયને શક્તિ આપે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની નબળા ઈ, કબજિયાત, કમળો, હાઈ બીપી , હૃદયરોગ, ડાયાબિટીસ, શરીરમાં બળતરા સહિતના રોગોમાં ખૂબ ઉપયોગી છે.
- અમીત રાણા
( Environment Engineer)
અંકલેશ્વર
Contact number:- 9106743386
Founder:-
Rallyaxis Group
Farmers of Bharuch ( ભરૂચના ખેડૂતો) group
No comments:
Post a Comment